Gujarat

છોટાઉદેપુર ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા ની: શુલ્ક હોમિયોપેથીક સારવાર કેમ્પ આયોજિત કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો

છોટાઉદેપુર નગરમાં છેલ્લા ૧૫ વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ સવારે ૧૦ કલાકે જન સેવા એ પણ પ્રભુ સેવા ના સૂત્ર ને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથીક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથીક ના સહયોગથી આયોજન કરાયું હતું. જેમા મોટી સંખ્યામાં
  વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી. આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નેહરુ હોમિયોપેથીક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે  હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશેનું જણાવ્યું હતું.
આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જ જન કલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હુંકાર ભર્યો હતો.