Gujarat

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા એન.ડી.પી.એસ.ના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય, એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, વી.એન.તડવી નાઓ ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભુત બાતમી હક્કિત મળેલ કે, ઝેર ગામે ગમાણ ફળીયા રહેતા જોરીયાભાઇ મથુરભાઇ રાઠવા નાઓ પોતાના કબજાના મકાનની પાછળ ખેતર (વાડા)માં શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થના છોડ ઉગાડેલ છે.
જે હકિકત આધારે, જોરીયાભાઇ મથુરભાઇ રાઠવા ઉ.વ.૪૨ ધંધો.ખેતી રહે, ઝેર ગમાણ તા.જી. છોટાઉદેપુર નાઓના કબજા ભોગવટાના ખેતર (વાડા)માં તપાસ કરતા તુવેરના વાવેતરમા વનસ્પતી જન્ય ગાંજાના છોડ નંગ-૧૬ નુ વજન ૪૧.૫૦૦ કિ.ગ્રામ જેની કુલ કિ.રૂ.૪,૧૫,૦૦૦/- ગણી ના મુદામાલ સાથે મળી આવતા આરોપી મળી આવતા તેઓના વિરૂધ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર