ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ.
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને આજરોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની મારૂતી ઇક્કો ફોર વ્હીલર ગાડી લઇને એક ઇસમ વડોદરા થી બોડેલી તરફ આવી રહેલ છે
જે હકીકત આધારે ગોલા ગામડી ચાર રસ્તા પાસે વોચ નાકા બંધી કરી ઇક્કો ફોર વ્હીલર ગાડી સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પોકેટકોપ મોબાઇલમાં ચેચીસ નંબર તથા એન્જીન નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સાચો રજી. નં GJ-06-PL-4013 જણાઇ આવેલ તે સફેદ કલરની મારૂતી ઇક્કો ફોર વ્હીલર ગાડીના માલીકનો સંપર્ક કરતા તેમણે ઇક્કો ફોર વ્હીલર – ડભાણ ચોકડીથી છેતરપીંડી કરી ગાડી લઇ ભાગી ગયેલ હોવાનું જણાવેલ જે અંગે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં એ-પાર્ટ ૧૧૨૦૪૦૪૫૨૦૪૨૫૪-૨૦૨૪ બી.એન.એસ કલમ-૩૧૮(૪) મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.જેથી પકડાયેલા ઇસમોને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ છ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.