સાવરકુંડલા શહેરમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા મશાલ રેલી સાથે વીર શહીદોને ભાવપૂર્વક શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં . ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ ભાવપૂર્વક નમન કરી વીર શહીદોની ગાથા સાથે ભાવપૂર્વક નમન કરેલ
“કારગીલ વિજય દિવસ ભારતના અદ્ભૂત યોદ્ધાઓની બહાદુરીની ગાથાને ઉજાગર કરે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. આ ખાસ દિવસે, હું તેમને હૃદયથી નમન અને વંદન કરું છું, જયહિંદ”

કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે.આ કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા સાવરકુંડલાના યુવા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની વિશેષ ઉપસ્થિતિમાં સાવરકુંડલા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ રેલીમાં ભાગ લઈ વીર જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી અને કારગીલ વિજય દિવસ હોવાથી વિજય દીપ પણ પ્રગટાવીને. તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી