સાંતલપુરના લખાપુરા પ્રા.શાળામાં બાલ સાંસદ ચુંટણીનું આયોજન કરાયું..
શાળા ના ૮ બાળકોએ ઉમેદવારી નોંધાવી,તમામ પોલીંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફની નિમણુક કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લખાપુરા પ્રાથમિક શાળા ખાતે બાલ સાંસદની ચુંટણી નું ડીજીટલ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળા ના ૮ બાળકો એ ઉમેદવારી નોંધાવી હતી.આ ચુંટણીની ખાસિયત એ હતી કે સંપૂર્ણ આયોજન ચુસ્ત શિસ્ત બધ્ધ ચુંટણી હતી.જેમાં તમામ પોલીંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફની નિમણુક કરવામાં આવી.તદ ઉપરાંત ઉમેદવારને પોતાના ચિહ્નો આપવામાં આવ્યા હતા. અને ચુંટણી પ્રચાર કરવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો.બીજું કે તમામ પોલીંગ સ્ટાફ ને બાળકો ની મતદાર યાદી આપવામાં આવી અને પુરાવા તરીકે આધાર કાર્ડ થી જ મતદાન કરી શકશે એવું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત મતદાન એજન્ટની પણ નિમણુક કરવામાં આવી હતી.તેમજ પોલીંગ સ્ટાફ દ્વારા મતદારની ચકાસણી કરી ને તેને રજીસ્ટર માં સહી કરાવ્યા બાદ તેના ડાબા હાથની પહેલી આંગળી પર નિશાન ચેક કર્યા બાદ જ તેને ઈ.વી.એમ માં વોટ કરવા જવાનું અને વોટ માટે ડીજીટલ ઈ.વી.એમ ની એપ ડાઉનલોડ કરવામાં આવી અને તેમાં જ મતદાન થયું હતું.મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ બનાવી મતદાનની ગણતરી ચાલુ કરવામાં આવી અને છેલ્લે વિજેતા બનેલ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું.આ તમામ આયોજન લખાપુરા શાળા ના શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેની માહિતી શાળા ના આચાર્ય સચીનભાઈ દરજી એ આપી હતી.
પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર



