Gujarat

ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં યોજાયેલ આનંદમેળામાં બાળકોએ અવનવી વાનગીઓ રજૂ કરી

               જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં ધોરણ 8 નાં બાળકોનાં હસ્તે આ આનંદમેળાને રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ શ્રીમતી તેજલબેન પટેલ, સામાજીક અગ્રણી બળવંતભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રીમતી કિર્તીબેન પટેલ સહિત વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
              શાળાનાં કુશળ અને ખૂબજ ઉત્સાહી આચાર્યા શ્રીમતી પ્રિતિબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આનંદમેળા થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન કેળવાય છે જે તેમની બુધ્ધિમતાને વેગ આપે છે જે થકી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે.
               આ આનંદમેળામાં ફ્રુટ સલાડ, આલુપુરી, ખીચું, સેન્ડવીચ, મન્ચાઉં સૂપ, પેટીસ, ઇડલી સંભાર, મંચુરિયન, વડાપાઉં, સમોસા, બટાકાવડા,  બ્રેડ પકોડા, ભેલ, પાણીપુરી જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાનાં બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો.
               ખૂબ જ ઉત્સાહ અને આનંદ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકો જીતેન્દ્ર પટેલ, કલ્પના પટેલ, હીના પટેલ તથા કામિની પટેલે બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

IMG-20240103-WA01392-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *