Gujarat

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની મહેનત રંગ લાવી…

ભાજપના વિજેતા સાંસદ જશુ રાઠવાને જીતાડવા માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાત દિવસ એક કર્યો હતો… છોટાઉદેપુર વિધાનસભામાંથી જશુ રાઠવા ને 50 હજારથી વધુની લીડ મળી હતી…*
છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જશુંભાઈ રાઠવાએ છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા મોહનસિંહભાઈ રાઠવાના નિવાસ્થાને પોહચી તેઓના આશીર્વાદ લીધા હતા.
છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહભાઈ રાઠવાના નિવાસ્થાને ઉમરવા ખાતે પહોંચી તેઓના આશીર્વાદ લીધા હતા. પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવા એ જસુભાઈ રાઠવા નું સ્વાગત કરી તેમને શ્રીફળ અર્પણ કરી ભવ્ય વિજય થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. સાથે જશુંભાઈ રાઠવાએ તેઓના આશીર્વાદ લીધા હતા. છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા જેવો હાલ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ દ્વારા છોટાઉદેપુર લોકસભાના ભાજપના વિજેતા સાંસદ જશુભાઈ રાઠવાને જીતાડવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી હતી. જેઓની મહેનત રંગ લાવીને છોટાઉદેપુર વિધાનસભામાંથી જશુભાઈ રાઠવા ને 50 હજારથી વધુની લીડ મળી હતી. જ્યારે જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવા સાથે તેઓના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લઈને મોહનસિંહ રાઠવાના આશીર્વાદ લીધા હતા.