છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુરના ખડકવાડા ગામે બીન અધિકૃત સાદી રેતીનું વહન અને ખનન કરતા એક ઇટાજી મશીન અને એક ટ્રકની ઝડપી પાડ્યું હતું. ખાન ખનીજ વિભાગે આશરે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
