Gujarat

 છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાતમી મેં એ લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી કલેક્ટરે અપીલ કરી

ભારત દેશમાં લોકશાહીનો સૌથી મોટા પર્વ લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેં એ થવાનું છે. અને સરકારી અધિકારી, પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લા સેવા સદન ખાતે પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર થયા છે સાથે જિલ્લા કલેક્ટરે જિલ્લા વાસીઓને સાતમી તારીખ વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી છે