Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુરના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુર ના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિશુલ્ક તમામ રોગની નિદાન અને સારવાર કરવામાં આવી હતી. જેવા કે બીપી, ડાયાબિટીસ, સિકલસેલ,ટીબી સહિતના રોગોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબિસા,જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પારુલ વસાવા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોકટરો અને મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

20240223_115139.jpg