Gujarat

છોટાઉદેપુર જીલ્લા પોલીસ આગામી નવરાત્રી તહેવાર અનુસંધાને મહીલાઓને નીચે મુજબની સાવધાનીઓ રાખવા અપીલ કરે છે

ગરબા રમવા જતી વખતે હંમેશા તમારો મોબાઇલ ફોન રીંગીંગ મોડમાં સાથે રાખો
ગરબા રમવા જવાના સ્થળનું એડ્રેસ તથા સાથે ગરબા રમવા આવનાર મિત્રોના મોબાઇલ નંબર પરીવારજનોને આપીને જ જવુ
• ગરબા રમવા જતી વખતે મોબાઇલમાં ગુગલ લોકેશન ફીચર હંમેશા ઓન રાખવું તથા મોબાઇલમાં VIRBILAYA, VITIE-! જેવી સેફ્ટી એપ્લીકેશન ઇન્સટોલ રાખવી
• ગરબા રમવા જવાના સ્થળે. હંમેશા ભીડભાડવાળા રસ્તેથી જ જવા- આવવાનો આગ્રહ રાખો.
• નવરાત્રિ દરમિયાન અજાણી કે ટુંકી ઓળખાણવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલ ખાધ્ય પદાર્થો ખાવા નહી.
• અપરિચિત વ્યક્તિ પાસે લિફ્ટ લેવા દેવાનું કે એકાંતવાળી- અવાવરુ જગ્યાએ જવાનું ટાળો
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે અંગત ફોટોગ્રાફ.વિડીયો શેર ન કરો તથા વ્યક્તિગત મુલાકાત વખતે યોગ્ય સતર્કતા દાખવો.
• રાત્રિના સમયે કોઇ વાહન નહી મળવાની કે અન્ય કોઇ ઇમરજન્સી પરિસ્થિતિમાં ૧૦૦/૧૮૧ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરો, એમ જિલ્લા પોલીસે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર