તારીખ 1- 7- 2024 થી અમલમાં મૂકવામાં આવેલ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા – 2023 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 ભારતીય સાક્ષય અધિનિયમ – 2023 ના માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જિલ્લાના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એમ જે પરાસર સર, ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ગાંધીનગર રાકેશ રાવ સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અને નવા કાયદો વિશે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ,મુખ્ય જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ,રાજેન્દ્રસિંહ પરમાર, જયપ્રકાશ પુરાની, મદદનીશ સરકારી વકીલ એમ.જે.પટેલ,એસ.એસ. મન્સૂરી સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
