Gujarat

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે આવેલ શ્રી એમ.સી રાઠવા કોલેજ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના શ્રી એમ સી રાઠવા કોલેજ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમની અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તજવીજ કરવા તેમજ મદદ કરવા અંગેની ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઇ અને આરટીઓ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.