છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બિલવાંટ પ્રાથમિક શાળાના નવીન 5 ઓરડા 66 લાખના ખર્ચે ,ભોરદલી પ્રાથમિક શાળાના 5 નવીન ઓરડા 66 લાખના ખર્ચે , ખજૂરીયા પ્રાથમિક શાળાના 2 નવીન ઓરડાઓ 27 લાખના ખર્ચે બનશે જેનું ખાતમુહૂર્ત કરવાના આવ્યું હતું. આ સાથે સનાડા ગામે રીસરફેસીંગ માટે સનાડા ડુંગરી ફળિયા કોલી પાંચ કિલોમીટરનો રસ્તો 1 કરોડ 20 લાખના ખર્ચે બનશે જેનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોની માંગણીને લઈને આ ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા સહિત તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/02/20240223_1825570-1210x642.jpg)