ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગનાં હતા તે દરમ્યાન અંગત બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ પડેલ મીલમાંથી લોખંડ, ભુંગળા વગેરેની ચોરી કરેલ અને જે મુદ્દામાલના નાના ટુકડા કરી સફેદ કલરના કંતાનની થેલીઓમાં ભરી વંસુધરા મીલની પાછળના ભાગે અવાવરૂ જગ્યાએ મુકી રાખેલ હોય અને સદર મુદ્દામાલ લેવા માટે સ્પ્લેન્ડર મોટર સાયકલ R રજીસ્ટ્રેશન નંબર GJ-17-CG-2228 લઇને આવતા સદર ઇસમોને કોર્ડન કરી પકડી પાડી સદરી ઇસમો પાસેથી વજનદાર કોથળા નંગ-૮ મળી આવેલ જે અંગે આધાર-પુરાવો માંગતા તેઓની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પકડાયેલ ઇસમોને પ્રતિયુક્તીથી પુછપરછ કરતા તેઓ આ લોખંડની વસ્તુઓની ચોરી કરી ભંગારમાં વેચી દેતા હોવાનુ જણાવેલ જેથી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
