Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના હનુમાન મંદીર પાસેથી કિ.રૂ.૨૦.૬૮૫/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે હનુમાન મંદીર પાસેથી ઇક્કો ફોર વ્હીલ ગાડીની પેટ્રોલની ટાંકીમાં ચોર ખાનું બનાવી લઈ જતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૦,૬૮૫/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ઇક્કો ફોર વ્હીલ ગાડી સાથે આરોપી ભીમસિંગભાઇ ખીમલાભાઈ રાઠવાને પકડી પાડી પ્રોહીનો કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.