Gujarat

પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર અનિલ શાહનો ‘ ગમ્મત ગુલાલનો ‘શાનદાર કાર્યક્રમ યોજયો

     ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર એવા અનિલ શાહનો ‘ગમ્મત ગુલ્લાલ ‘ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તા. 29/04/2024 ને સોમવારે સાંજે છ કલાકે શરૂ થયેલ ‘ ગમ્મત ગુલાલ ‘ ની સંધ્યાના મુખ્ય અતિથિ તરીકે પંથકના જાણીતા કવિ – સાહિત્યકાર અને શેઠ એમ. આર. હાઈસ્કુલ કઠલાલના પૂર્વ આચાર્ય એવા હસમુખભાઈ શાહે
હાસ્ય કલાકાર  અનિલભાઈ શાહને પુષ્પગુચ્છ આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી . શાળાના પ્રાચાર્ય અનિલ કામ્બલે એ મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું .
     શાળામાં ગ્રીષ્મવકાશની પૂર્વ સંધ્યાએ શાળાના પ્રાચાર્ય , ઉપ પ્રાચાર્ય  , શિક્ષકો , બાળકો અને સમગ્ર સ્ટાફ પરિવારે ભરપૂર મનોરંજન માણ્યું હતું . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધાલયના સી.સી.એ વિભાગના પ્રભારી ડી. એસ. મીસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના પ્રાચાર્ય અનિલ કામ્બલેએ પ્રસંગોચિત વક્તવ્ય આપી હાસ્ય કલાકારની કલાને બીરદાવી હતી.  શાળાના ઉપપ્રાચાર્ય દીપેન્દ્ર  ઉપાધ્યાયે કાર્યક્રમમાં સહયોગ આપી સફળ બનાવવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું .