છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના ચીસાડિયા, મોટી સઢલી, ઝેર અને તેજગઢ જિલ્લા પંચાયતના સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા સદસ્યો અને અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. બેઠક ની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ઉપસ્થિત છોટાઉદેપુર વિધાનસભા ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ભાજપના યુવા નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને છોટાઉદેપુર લોકસભાની બેઠક પાંચ લાખથી વધુની લીડ થી કઈ રીતે જીતી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.