Gujarat

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાના મામલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.

 છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની અચાનક તબિયત લથડી હતી. જેમાં 100 થી વધુ બાળકોને વોમેટીંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા બાળકોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ તેજગઢની સરકારી હોસ્પિટલ અને પાવી જેતપુર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ તંત્ર પણ દોડતું થયું હતું. જ્યારે આજે  છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ તેઓની ટીમ સાથે  છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. અને જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું. કે જે કોઈ દોશી હશે. જેના ઉપર પગલાં લેવામાં આવશે એમ સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.