છોટાઉદેપુર લોકસભામાં આવતી સંખેડા વિધાનસભાના અંદાજિત 8 કરોડના ખર્ચે બનેલ વિવિધ માર્ગોનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવીને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં ધોલપુર – ફાજલપુર – આંબાપુરા રોડ, લઢોદ – ધોલપુર રોડ, લઢોદ જોગીપુરા રોડ, ગણેશવડ લઢોદ રોડ, મગનપુરા સણીયાદ્રી રોડ તથા ખોસ વસાહત ધનપુર રોડ નવીન બનતા લોકોમાં ખુશી જોવા મળી છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

