Gujarat

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા હીટ વેવ સામે રક્ષણ મેળવવા માટે નગરના મુખ્ય માર્ગો પર પાણીની વ્યવસ્થા કરાઈ,નગર પાલિકાની સરાહનીય કામગીરી સામી આવી

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા હીટ વેવ સામે રક્ષણ મેળવવા માટે છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં તાપમાનને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈને નગરપાલિકા દ્વારા સરાહનીય કામગીરી કરી છે.
નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરમાં એસએફ હાઈસ્કૂલ ચાર રસ્તા, સરકારી દવાખાના આગળ, ગાંધીજીની પ્રતિમા આગળ, માણેક ચોક ચાર રસ્તા, સિંધી તારણ કવાટ નાકા, એસટી ડેપો, પેટ્રોલ પંપ ચાર રસ્તા, ફતેપુરા ચાર રસ્તા સહિતના વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરી છે. નગર પાલિકા દ્વારા લોકો હીટ વેવ સામે રક્ષણ મેળવી રહે તેના માટે આ વ્યવસ્થા કરી છે. જેને લઇને નગર પાલિકાની સરાહનીય કામગીરી સામી આવી છે.