Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી મો.સા. ચોરીનો ગુનો શોધી કાઢતી છોટાઉદેપુર પોલીસ

 આઈ.જી.શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક ગૌરવ અગ્રવાલ નાઓએ મિલકત સબંધી વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી ક૨વા જીલ્લાના તમામ થાણા ઈન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે  રવિરાજસિંહ પરમાર પ્રો. નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર પોલીસ – સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ગુના ઉકેલવા ખાનગી રાહે બાતમી હકિકત મેળવવા તેમજ સઘન વાહન ચેકિંગની કામગીરી કરવા સમજ કરેલ જે અનુસંધાને આજરોજ એ.સી.પ૨મા૨ પોલીસ ઇન્સપેક્ટર તથા આર.એમ.વાળા પ્રો.પોલીસ સબ ઇન્સપેકટર નાઓ પોલીસ કર્મચારીઓ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપુર નાકા પાસે વાહન ચેકીંગમાં છે
હતા તે દ૨મ્યાન એક ઇસમ રંગપુર તરફથી નંબર પ્લેટ વગરની મોટર સાયકલ લઇને આવતા સદરી મો.સા ના ચાલક પાસે :- મો.સા.ના કાગળો તથા માલિકી અંગે આધાર પુરાવો માગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહીં. જેથી મોટર કે સાયકલના એન્જીન નંબર HA11EYL5F57586 તથા ચેસીસ નંબર MBLHAW121L5F08426 પોકેટકોપ – મોબાઇલમાં સર્ચ કરતા સદર મોટર સાયકલ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૧૮૦૦૨૨૪૦૪૦૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે મો.સા,ચોરાયેલ જણાઈ આવતા સદર ગુનાના કામે ઇસમ દીપકભાઈ હરસીંગભાઈ રાઠવા ને અટક કરી મો.સા. કબ્જે – કરવામાં આવેલ છે. આમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.