Gujarat

છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે રેલવે સલાહકાર સમિતિની મીટીંગ યોજાઇ હતી

છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે રેલવે સલાહકાર સમિતિની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગ અંદર ઉપસ્થિત કોમર્શિયલ ઇન્સ્પેક્ટર ડભાઇના વિશાલ સકસેના, રેલવે સ્ટેશન છોટાઉદેપુરના સ્ટેશન સુપ્રી ટેન્ડટ શાંતિલાલ રાઠવા, રેલવે સલાહકાર સમિતિના સભ્યો રાહુલ પરમાર,રસિક રાઠવા,મુકેશ રાઠવા, પારસિંગ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સલાહકાર સમિતિના સભ્યોએ  રેલવે સ્ટેશનમાં મુસાફરોને વઘુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી હતી.