આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં નશાકારક હાલતમાં વાહન ચલાવતા વાહનચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નશાબંધીના કાયદાની કડક અમલવારી કરવા તમામ થાણા અમલદારઓને સુચના આપવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આર.જે. પરમાર ઇન્ચાર્જ છોટાઉદેપુર ડિવીઝન નાઓના માર્ગદર્શન મુજબ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા વાહનચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવા એ.સી.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી છોટાઉદેપુર ટાઉનમાં જાહેર માર્ગો ઉપર ખાસ ઝુબેશ રાખવામાં આવેલ અને અસરકારક વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન રંગપુર નાકા ટ્રાફિક પોઇન્ટ ઉપરથી પસાર થતા વાહન ચાલક ટી.આર.બી જવાન હિતેષભાઇ દિનેશભાઇ કુંભાર ઉ.વ.૩૩ રહેવાસી ધમોડી વાવડી ફળીયા તા.જી. છોટાઉદેપુર નાઓ દારૂ પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા મળી આવેલ હોય તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એ રીતે છોટાઉદેપુર પોલીસ દ્વારા ટી. આર.બી. જવાનને દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવતા પકડી પાડી તેના વિરુધ્ધ કાયદાકીય જોગવાઇ મુજબની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેથી કાયદો અને નિયમો આમ જનતા તથા પોલીસ ખાતા સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને સરખો લાગુ પડે છે અને છોટાઉદેપુર પોલીસ દ્વારા અમલવારી ચાલુ છે.

