Gujarat

છોટાઉદેપુર પોલીસે વાહન ચાલકો સામે લાલ આંખ કરી..

છોટાઉદેપુર પોલીસે અચાનક છોટાઉદેપુર નગરમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
છોટાઉદેપુર પોલીસે અચાનક છોટાઉદેપુર નગરમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે પોલીસે અચાનક વાહન ચેકિંગ હાથ ધરતા ફફડાટ ફેલાયો હતો. છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર સહિત પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા અચાનક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો, ડાર્ક ફિલ્મ રાખીને ચલાવતા વાહન ચાલકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.અચાનક છોટાઉદેપુર પોલીસે વાહન ચેકિંગ કરતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.