હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જાેડાઈ રહ્યો છું, કોઈ પદની લાલચ આપવામાં આવી નથી : સી જે ચાવડા
મહેસાણા,
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એક તરફ આપ તો બીજી તરફ કોંગ્રેસ તૂટી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો કેસરિયાને ભાજપમાં જાેડાઈ રહ્યાં છે. આ લીસ્ટમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ સામેલ સાથે થઈ ગયું છે. ઉત્તર ગુજરાતનું મોટું માથું ગણાતા રાજપૂત સમાજના અગ્રણી, એક સમયે જ ગુજરાત સરકારમાં ઈમાનદાર છબી ધરાવતા મોટા અધિકારી હતા. એવા સી.જે.ચાવડાએ વર્ષો પહેલાં કોંગ્રેસ સાથે રાજનીતિમાં કરિયરની શરૂઆત કરી અને હવે ભાજપમાં જાેડાઈ ગયા છે. વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા તેમના કાર્યકરો સાથે ભાજપમાં જાેડાઈ ગયા છે. સી જે ચાવડાએ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા તેમના કાર્યકરો ભાજપમાં જાેડાયા ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, બહુચરાજી, ઊંઝા, કડીના ધારાસભ્યો, લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
ઋષિકેશ પટેલે ટોપી પહેરાવીને સીજે ચાવડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ચાવડાએ કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અને બની બેઠેલા હાઈકમાન્ડના નેતાઓ સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા. ભાજપમાં જાેડાવા મામલે સી જે ચાવડાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજથી હું કોંગ્રેસમાં નથી રહ્યો, હું ભાજપમાં જાેડાઈ રહ્યો છું. હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જાેડાઈ રહ્યો છું. કોઈ પદની લાલચ આપવામાં આવી નથી. મારી કેપિબલિટી જાેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે. ભટકાયેલી કોંગ્રેસને જાેઈએ એ દિશા બતાવવા લિડરશીપ જેવું કોઈ રહ્યું નથી. સર્જીકલ સ્ટ્રાઈક, રામ મંદિર, કોરોના વેકસીનની વાત હોય આવામાં નેગેટીવિટી ના હોય. આજે ૧૫૦૦ કાર્યકરો અને અનેક આગેવાનો આજે ભાજપમાં જાેડાયા છે. મેં આ જિલ્લામાં કામ કર્યું છે. કોને શું જાેઈએ એ હું માહિતગાર છું, અને મારે જે કામ કરવાનું થશે.
જ્યાં ચૂંટણી લડવાની થશે. એના માટે હું તૈયાર છું. રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. તેમણે વેટરનરી સર્જનની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી અને તેઓ એક પ્રકાર રાજપૂત સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે અને સમાજિક મોભાદાર માણસ તરીકે તેઓની ગણના થાય છે. ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને એક શ્રેષ્ઠ અને આદર્શ રાજકારણી તરીકે વક્તા ઊંડા અભ્યાસુ, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા ડૉ. સી.જે. ચાવડા મૂળમાં એક કર્મઠ, નિષ્ઠાવાન અને સુઝબુઝ ધરાવતા પ્રામાણિક અધિકારી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. તેમનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૬૭માં ગાંધીનગર ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ જાવાનજી ચાવડા છે. સી જે ચાવડાનુ આખુ નામ ચતુરસિંહ જે. ચાવડા છે.
સી જે ચાવડાએ વર્ષ ૧૯૭૪માં બરોડાથી ધોરણ ૧૦ પાસ કર્યું હતું. આ બાદ તેમણે આગળ અભ્યાસ કર્યો અને વર્ષ ૧૯૮૦માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી વેટર્નીટી સર્જનની ડિગ્રી મેળવી હતી. સી જે તાવડા એલએલબીનો પણ અભ્યાસ કરી ચૂક્યાં છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ ૧૯૮૯માં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પણ કર્યો છે. હાલ તે ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી જે ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. તેઓ સરળ, સૌમ્ય અને ઈમાનદાર છબી ધરાવનાર અધિકારી હતા. તેમજ સાથી કર્મીઓ અને અધિકારીઓ માટે આદર્શ સ્વરૂપ હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી જે ચાવડાની કાર્યક્ષેલી જાેઈને શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ ૨૦૦૨માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. ૨૦૦૭ની ચુંટણી હારી ગયા હતા અને ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી ફરીથી જીત્યા હતા. ભાજપના સૌથી કદાવાર નેતા અમિત શાહની સામે લોકસભા ચુંટણી લડી હતી. સી.જે ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં વિવિધ હોદા પર પણ ફરજ બજાવે છે.
ડિસેમ્બર ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરની બેઠક ડો.સી.જે.ચાવડા સાડા ચાર હજાર મતે જીત્યા હતા. જે બાદ કોંગ્રેસે ૧૬ મહિના પછી લોકસભાની ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સ્થાનિક ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને જ ઉતાર્યા હતા. જાે કે આ પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે સાથે વિધાનસભા વખતે કોંગ્રેસના જે મતદારો હતા તે પણ પક્ષે ગુમાવ્યા હતા.
વિધાનસભા અને લોકસભાના પરિણામોનું તારણ કાઢીએ તો વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર ડો. સી. જે. ચાવડાને ભાજપના ઉમેદવાર કરતાં સાડા ચાર હજાર મત વધુ મળ્યા હતાં. જ્યારે લોકસભાના પરિણામ ઉપર નજર કરીએ તો વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સી.જે.ચાવડાને ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરતાં ૨૮ હજાર મત ઓછા મળ્યાં હતા.