સ્વચ્છતા હી સેવા અભિયાન રાજકોટ જિલ્લામાં આગળ ધપી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સફાઈ કર્મચારીઓ સાથે સાથે જન ભાગીદારી દ્વારા શહેર અને ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે.
વિવિધ કચેરીઓ, મુખ્ય માર્ગો, વિવિધ સ્મારકો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો, બાગ બગીચાઓ સહિતના સ્થળો પર સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ભાયાવદર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાઈ રહ્યા છે, વિવિધ સંસ્થાઓ પણ આ કાર્યમા જોડાવા આગળ આવી રહી છે. જિલ્લા અને તાલુકાની વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે આ ઉપરાંત શાળાઓ, ગ્રામ પંચાયતો, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો વગેરે ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી વિવિધ માર્ગોને સ્વચ્છ કરી શહેર સ્વચ્છ રહે તે માટે પોતાનો સહયોગ આપવા તથા જ્યાં ત્યાં ગંદકી ન કરવા લોકોને અપીલ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.