Gujarat

દામનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી

દામનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી
…..
જનજાગૃત્તિ અર્થે સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે
…..
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૭ થી તા.૨૨ સપ્ટેમ્બર સુધી સાફ-સફાઈની સઘન ઝુંબેશ : નગરજનો પણ જોડાશે

તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર) સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દામનગર નગરપાલિકા દ્વારા તા.૧૭ થી તા.૨૨ સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી થશે.
દામનગર નગરપાલિકા દ્વારા જનજાગૃત્તિ અર્થે દામનગર સ્થિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ ખાતે તા.૧૭-૯-૨૦૨૪ના રોજ બપોરે ૩ કલાકે સાંસ્કૃતિક ઉત્સવ, તા.૧૮-૯-૨૦૨૪ના રોજ સવારે ૧૦ કલાકે સ્વચ્છતા રેલી ઉપરાંત તા.૧૯-૯-૨૦૨૪ના રોજ સવારે ૬.૩૦ કલાકે શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ ખાતે જ યોગ શિબિર યોજાશે. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે લાઠી-બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ઉપસ્થિત રહેશે.
દામનગર નગરપાલિકા વિસ્તારમાં સમગ્ર પખવાડા દરમિયાન સઘન સફાઈ ઝુંબેશ થશે. સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃત્તિ આવે તે માટે નગરજનોને પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાશે.
રોહિત ૦૦૦