ખેડૂતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવા માંગ ઉઠી…
વલણ ગામની સીમમાં આવેલા લાંગીયા તેમજ ઓચ્છણ વગામાંથી પસાર થતી દોરા બ્રાન્ચ કેનાલમાં ગાબડુ પડતા ખેડૂતોના પાકને પારાવાર નુક્સાન થઇ રહ્યું છે. મિડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા કેનાલમાં ગાબડુ જોવા મળ્યું હતું.
કેનાલનું પાણી ખેતરો તરફ વળી જતા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુક્સાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગાબડુ પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે. વલણ ગામના સ્થાનિક ખેડૂતે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમમાંથી પસાર થાય છે.
ત્રણ ચાર દિવસ થઇ ગયા વધુ વરસાદના કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું એ અમોને ખબર નથી. વધુ પાણી આવવાના કારણે આ નહેર તૂટી જવા પામી છે. એક હજાર વિંઘા જેટલા પાકને મોટા પાયા પર નુક્સાન થવા પામ્યું છે. એમ તેઓએ જણાવ્યું હતું. સંબંધિતોને રજુઆત કરતા જોઇને જતા રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
સંબંધિતો દ્વારા કામ કરવાની તત્પરતા ન દર્શાવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ બાબતે અમે નર્મદા નહેર વિભાગ કરજણ ખાતે રજુઆત કરી છે. એમ પણ તેઓએ જણાવ્યું હતું. તો સંબંધિતો દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવા ખેડૂતો દ્વારા માગ ઉઠવા પામી છે…
વિરલ ગોહિલ, ભરૂચ

