દેવભૂમિ દેવળીયા ગામે સરકારી માધ્યમિક શાળા નો પ્રારંભ
દેવભૂમિ દેવળીયા તા.જી.અમરેલી ગામે ગ્રામ પંચાયતની દેવભૂમિ દેવળીયા ગામના વિધાર્થી ભાઈ બહેનો માટે માધ્યમિક શાળા ન હોવાથી પડતી મુશ્કેલી સંદર્ભે માનનિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક.કૈાશિકભાઈ વેકરીયા નાંઓને રજુઆત કરતા તેમના અર્થાગ પ્રયત્નો થકી શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની દિર્ધ દ્રષ્ટિથી રાજય સરકાર દ્વારા દેવભૂમિ દેવળીયા ગામે માધ્યમિક શાળા મંજુર કરી આજરોજ ધોરણ–૯માં વિધાથી–બહેનોને વાંજતે ગાજતે કુંમકુમ-તિલક કરી શિક્ષણાધિકારીની કચેરીના કૈલાસબેન મકવાણા (એ.આઈ.) દક્ષાબેન દેવાણી દેવભૂમિ દેવળીયા સરકારી માધ્યમિક શાળા-પ્રિન્સીપાલ લેઉવા મેડમ (એ.આઈ.) ડી.ઓ. કચેરી – અમરેલી તેમજ સરપંચ સુખડિયા દેવભૂમિ દેવળીયા ઉપ સરપંચ ધમિષ્ઠાબેન સભ્ય કંચનબેન તાલુકા સભ્ય ભાવેશભાઈ સોલડીયા તેમજ પ્રાથમિક શાળા-આચાર્ય રિતેશભાઈ શિંગાળા તેમજ સ્ટાફ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી – બાળકોને ધોરણ–૯ માં પ્રવેશ ઉત્સવ કરી સરકારી માધ્યમિક શાળાની શુભ શરૂઆત કરવામાં આવી આથી મજબુર બની અપડાઉનમાં દિકરીઓને તેમજ ગરીબ વિધાર્થીઓને હવે સ્થાનિક જ લેવલે સરકારશ્રીની શિક્ષણ અંગેની આ શરૂઆતથી દેવભૂમિ દેવળીયા ગામ તેમજ આસપાસના કાલસ્ટ્રર એરિયાના લાગુ ગામનો વિધાર્થી–બહેનોને માધ્યમિક શાળા થકી શિક્ષણનો પાયો મજબુત કરી આગળ વધવાનો મોકો પ્રાપ્ત થતા ગ્રામજનોમાં ખુશીનો મહોલ ફેલાયો છે
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*




