*માઁ અંબાને પ્રાર્થના છે કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ હળી મળીને લોકોની સેવા કરે – ગેનીબેન*
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના નથી જો ચાર તારીખે આવી ગયો છે જેમાં 26 સીટોમાંથી એક સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે કોંગ્રેસ ના ફાયર બ્રાંડ સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ યાત્રાધામ અંબાજી માઁ અંબાના ચરણે શીશ નમાવી આવ્યા હતા અને લીધા માતાજીના આશીર્વાદ માતાજીની બપોર ની આરતી માં સામેલ થયા હતા અંબાજીમાં આગમન થતા જ ૫૧ શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગેનીબેન ઠાકોર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ પ્રથમ વાર અંબાજી ના પ્રવાસે આવ્યા હતા માટે અંબાજી ગામમાં ઠેર ઠેર લોકોએ ગેનીબેન નું ચુંદડી અને ફુલહાર પહેરાવીને સ્વાગત કરતા જોવા મળ્યા હતા
*અંબાજી પરશુરામ પરિવાર અને વેપારી મંડાલે સ્થાનિક પ્રશ્નોને લઇ આપ્યું આવેદનપત્ર*
ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ પ્રથમ વખત અંબાજી માતાજીના દર્શને આવ્યા હતા ત્યારે અંબાજી નગર પરશુરામ પરિવાર અને અંબાજી વેપારી મંડળો દ્વારા ગેનીબેન ઠાકોરની મુલાકાત લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં છ થી સાત જેટલા પ્રશ્નો લઈ વેપારી મર્ડર ગેનીબેન ઠાકોર સાંસદ સમક્ષ આવ્યા હતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે તેમને આશ્વાસન આપ્યું છે કે હું પોતે આ પ્રશ્ન લઇશ બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે મુલાકાત લઈશ અને આ પ્રશ્નનું નિરાકરણ લાવીશ
૧. ગબ્બર 51 શક્તિ પીઠ મંદિરોમાં રાજભોગ પણ ચઢાવવા માં આવતો નથી.
૨. અંબાજી મંદિર નો પાછળ નો ગેટ નંબર 6 વર્ષોથી બંધ પડેલો ગેટ ખલાવા બાબત
૩. માનસરોવર નો મૂખ્ય ગેટ વર્ષો થી બંધ કરી દેવામાં આવ્યો છે. તે ખલાવો
૪. માનસરોવર ખાતે ચૌલ ક્રિયા અર્થે આવતા યાત્રિક પરિવારો માટે ફોટોગ્રાફી ની વ્યવસ્થા અથવા ટેન્ડર પાડવા વિનંતી
૫. મંદિર ટ્રસ્ટ એક પબ્લિક ટ્રસ્ટ હોવાં છતાં મહેસૂલી અધિકારી હવાલે કરી દેવા આવ્યું છે ટ્રસ્ટ ના મહેકમ મૂજબ કમૅચારીઓ ની નિમણુંક કરવા અમારી વિનંતિ છે.
૬. અંબાજી મંદિરના પેટા વિભાગના પૂજારીઓને દર ત્રણ મહિને રૂટિંગ પદ્ધતિ અંબાજી માતા દેવસ્થાનમાં વર્ષોથી ચાલતી આવતી હતી છેલ્લા ઘણા વર્ષોથી રૂટિન પદ્ધતિ સ્થગિત કરવામાં આવી છે ફરીથી ચાલુ કરવા વિનંતી ..જેના કારણે સમસ્ત પૂજારીઓ ને લાભ મળી શકે…
૭. ગેટ નંબર 7 સર્વે ગામજનો અને તેમના સગા સંબંધીઓ માટે ખોલાવવા કરી વિનંતી
*સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે*
બનાસકાંઠા જિલ્લાના લોકોએ મને જે આશીર્વાદ આપીને જે જીત અપાવી છે માટે હું મા અંબાના દર્શને આવી છું અને માઁ અંબાને પ્રાર્થના છે કે અમારા કોંગ્રેસના કાર્યકર્તા હળી મળીને રહે અને લોકોની સેવા કરે આવનારી તા. 13 રે પ્રજાનો આભાર માનવાનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે. આવનારા સમયમાં ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું સમય કાઢીને અચૂક પહોંચીશ