આજ રોજ શ્રી એમ.એલ. શેઠ સ્કૂલ, સાવરકુંડલામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર સપ્તાહ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનું હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી ,પાંધી સાહેબ , જોશી સાહેબ તથા શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રી સંદીપકુમાર ખડદિયા ઉપસ્થિત રહ્યા હતા.શ્રી રમેશભાઈ હિરાણી તથા પાંધીસાહેબે પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકાર, ઠગાઈથી બચવા માટેના ઉપાય અને ગ્રાહક ફોરમની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી. તેમજ, કેવી રીતે યોગ્ય રીતે ખરીદી કરવાની અને નકલી માલમાંથી બચવા માટે શું કરવું?
તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રી સંદીપકુમાર દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને જીવનમાં સાચા ગ્રાહક તરીકેનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમ અંતે, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉત્તરો આપતા એક ઇન્ટરએક્ટિવ સત્ર પણ યોજાયું. આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને જીવનમાં પ્રેરણા મળવા સાથે તેમના અધિકારો માટે જાગૃત રહેવાની તાલીમ મળી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા