Gujarat

BSNLના 6.62 લાખના કોપર કેબલ વાયરની ચોરી, 5 દિવસ પહેલા નોકરીએ લાગેલા વૃદ્ધના કેરટેકર રૂા. 3.70 લાખની ચોરી કરી ફરાર

શહેરના ઘોડદોડ રોડ પર એલબી ર્ટનિંગ પોઈન્ટ પાસે BSNL કંપનીના કામકાજ ચાલી રહ્યું છે. જેથી કંપની દ્વારા કેબલ વાયરનો જથ્થો ર્ટનિંગ પોઈન્ટ પાસે આવેલ ભાવિક કોમ્પલેક્ષથી જેડી કોમ્પલેક્ષ સુધીના વચ્ચે મૂકી રાખવામાં આવ્યો છે.

આ દરમિયાન થોડા દિવસ અગાઉ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર શખસોએ કુલ રૂપિયા 6. 62 લાખના કેબલ વાયરનો જથ્થો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી, આખરે ભોગ બનનાર કંપનીના કર્મચારીએ આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6.62 લાખની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરામાં વેપારીએ તેના દાદાની સાર સંભાળ માટે 5 દિવસથી કેરટેકરને કામ ઉપર રાખ્યો હતો, તે દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂ.3.70 લાખની ધાપ મારી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

મૂળ રાજસ્થાન ભિલવાડા જીલ્લાના વતની અને હાલ પાર્લે પોઈન્ટ મેઘમયુર પ્લાઝામાં રહેતા ચિરાગ દિનેશભાઇ મેડતવાલ ઉ.વ.28 ને ત્યાં 5 દિવસ પહેલા કેર ટેકર ઉમરામાં વેપારીએ તેના દાદાની સાર-સંભાળ માટે 5 દિવસથી કામ ઉપર રાખેલ કેરટેકર દાગીના તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂ.3.70 લાખની ધાપ મારી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સુનિલ રાજપુત ભાગી ગયો હોય તેણે ફોન પણ બંધ કરી દીધો હતો. આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.