Gujarat

લાકડા માંથી મૂર્તિઓ બનાવતા હસ્ત કલાકાર રાતનભાઈ રાઠવા 

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રતનભાઈ રાઠવા ઝાડના થળ ના નકામા મૂળિયાં માંથી લાકડાની મૂર્તિઓ બનાવી વેસ્ટ માંથી બનાવી રહ્યા છે. વેસ્ટ માંથી બેસ્ટ
છોટાઉદેપુર જિલ્લાના કનલવા ગામના રતનભાઈ રાઠવા આમ તો ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ તેઓને લાકડા માંથી મૂર્તિઓ બનાવવાનો ઘણો શોખ ધરાવે છે, ત્યારે તેઓ નવરાશ ની પળો માં લાકડા ના થળ ના મૂળિયાં જે વેસ્ટ હોય છે. તેમાં થી મૂર્તિઓ ઘડવાનું કામ કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવી રહ્યા છે.
આદિવાસી સમાજમાં જે વડીલ મૃત્યુ પામ્યા હોય તે પૂર્વજોને ખત્રી દેવ ગણવામાં આવે છે, અને ઘરના વાડામાં ખત્રી દેવ તરીકે સ્થાન આપવામાં આવતું હોય છે, ત્યારે મરણ પામેલ વ્યક્તિનો ફોટો રતનભાઈને આપવામાં આવે તો, રતનભાઈ ફોટાની આબેહૂબ લાકડામાંથી મૂર્તિ ઘડી આપે છે,
રતનભાઈ રાઠવાને આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને આદિવાસી સંશોધન અને તાલીમ ભવન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા આદિવાસી પરંપરાગત કૃતિ વેચાણ અને પ્રદર્શન અમદાવાદ ખાતેના મેળામાં મૂર્તિના પ્રદર્શન માટે સ્ટોલ પણ ફાડાવવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર