Gujarat

વિસાવદર તાલુકાના પ્રેમપરા, રામપરા પાસેનો ડેમ ઓવરફ્લો

વિસાવદર તાલુકાના પ્રેમપરા, રામપરા પાસેનો ડેમ ઓવરફ્લો

વિસાવદર તાલુકાના પ્રેમપરા- રામપરા ગામ પાસે ધ્રાબડધોયા નદી પર ડેમ બાંધવામાં આવેલ છે. જે ડેમમાં સતત વરસાદને કારણે ઉપરવાસના નદી, નાળા, વોંકળાના પાણીની આવક વધતા આજ તા.૨૪-૭-૨૦૨૪ ના રોજ વહેલી સવારે ૬:૦૦ કલાકે ડેમ ઓવરફ્લો થયેલ છે.
માટે સાવચેતીના પગલાં રૂપે નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામો રામપરા, પ્રેમપરાના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઈ ગયેલ. હાલ ડેમમાં ૦/૧૦ મીટરનો ઓરફ્લો ચાલુ છે. તેમ વિસાવદર સેક્શન નાયબ કાર્યપાલક ઇજનેર એ.એચ.રવૈયાની અખબાર યાદી જણાવે છે.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240724-WA0055.jpg