Gujarat

દામનગર : ” શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે ૭૫મો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો.૯૫ દર્દીઓની આંખ તપાસાઈ.૨૪ દર્દીઓનું મોતિયોનું ઓપરેશન કરાયું.”.

દામનગર : ” શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે ૭૫મો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો.૯૫ દર્દીઓની આંખ તપાસાઈ.૨૪ દર્દીઓનું મોતિયોનું ઓપરેશન કરાયું.”. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી ભુરખીયા હનુમાનજી દાદાનાં મંદિરે હળવા વરસાદના વાતાવરણમાં તા.૧૯-૦૬ ને બુધવારે લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( સીટી ), ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સયુંકત ઉપક્રમે યોજાઈ ગયેલ ૭૫માં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પમાં ૯૫ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી.,જે પૈકી ૨૪ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવેલ. સુદર્શન નેત્રાલય અમરેલીના ડોકટર સહિતના કર્મચારીઓએ સેવા આપી હતી. ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટે સૌનો આભાર વ્યક્ત કરેલ. ( અતુલ શુક્લ દામનગર. )

IMG-20240620-WA0006-1.jpg IMG-20240620-WA0005-0.jpg