Gujarat

જેતપુર ની ભાદર નદીમાંથી ગોંડલ ના ફાયર કર્મીનો મૃતદેહ મળી આવ્યો : મૃતક ગોંડલ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હતા

જેતપુર ભાદર નદીમાંથી ફાયર કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુર નગરપાલિકાના ફાયર ના તરવૈયા પાણીમાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો છે. મૃતક ગોંડલ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હતા.
જેતપુરના નવાગઢ પાસે ભાદર નદીમાંથી પ્રૌઢનો મૃતદેહ મળ્યો છે. નેશનલ હાઈવે પર ભાદર નદીમાંથી મૃતદેહ મળ્યો છે. નગરપાલિકાના ફાયર વિભાગે પાણીમાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો છે. મૃતદેહના ખિસ્સાની પોલીસે તપાસ કરતા એક પાકીટ મળી આવ્યું છે. પાકિટમાંથી આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ બેન્કમાં પૈસા ભર્યાની સ્લીપ મળી આવી હતી. આધારકાર્ડ તેમજ ડ્રાઇવીંગ લાયસન્સમાં નરેન્દ્રભાઈ ચંદુલાલ વ્યાસ નામ અને ગોંડલના વોરકોટડા રોડનું સરનામું મળી આવ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડયો છે. મૃતક અદા તરીકેની છાપ ધરાવતા હતા અને ગોંડલ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હતા.
ગોંડલ ફાયર વિભાગના સભ્યોએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી
મૃતકના મૃતદેહને પી.એમ. કરાવ્યા બાદ ગોંડલ ફાયર સ્ટેશન પર લાવવામાં આવ્યો હતો. અને ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગના સભ્યોએ શ્રદ્ધાંજલિ આપીને મૃતદેહને રાજકોટ પોતાના ઘર લઈ જવામાં આવ્યો હતો. મૃતક નરેન્દ્રભાઈને પરિવારમાં પત્ની અને બે દીકરા છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે,

IMG_20240220_200556.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *