Gujarat

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પરિસરમાં રીલ બનાવવા સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧,૬૦૦ થી વધુ લોકો સામે કેસ નોંધ્યો

હવે જો દિલ્હી મેટ્રો માં રીલ બનાવી તો ભરવો પઢે દંડ

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડ્ઢસ્ઇઝ્ર) એ એપ્રિલથી જૂન મહિના દરમિયાન મેટ્રો પરિસરમાં રીલ બનાવવા સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧,૬૦૦ થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે કેસોની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે. મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ) એક્ટની કલમ ૫૯ હેઠળ ૧,૬૪૭ કેસ નોંધાયા છે.

DMRC ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માત્ર રીલ બનાવવા માટે કેટલા લોકોને નોમિનેટ કરવામાં આવ્યા છે તેના પર કોઈ અલગ ડેટા ઉપલબ્ધ નથી. નિયમોના ઉલ્લંઘનની અન્ય ઘટનાઓમાં અન્ય ગુનાઓ ઉપરાંત ટ્રેનના ફ્‌લોર પર બેસીને ટ્રેનની અંદર ખોરાક ખાવાનો સમાવેશ થાય છે.