ભચાઉ તાલુકાના અધોઈ ગામમાં રહેતાં રસીલાબેન જગદીશભાઈ કોલીને આજે વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતા પરિજન દ્વારા 108 ઇમરજન્સી સેવામાં કોલ કરાયો હતો.
આ કોલ સમાખીયાલી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમને મળતા હાજર કર્મચારીઓ ઇએમટી કિરણ જોષી અને પાઈલોટ અસગરભાઈ કુરેશી તુરંત 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં.
અધોઇથી પેસન્ટને લઇ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ લાકડીયા હોસ્પિટલ જવા નીકળ્યા હતા, ત્યારે લાકડીયા ગામ નજીક પહોંચતા સગર્ભાની હાલત ગંભીર માલુમ પડતા અને પ્રસૂતિની પીડા વધી જતાં ડિલિવરી કરાવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.

