આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે .જેને લઈને હિંદુ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખીને શ્રાવણ મહિનામાં શિવાલયો અને મંદિરોની આસપાસ આવેલી નોનવેજની દુકાનો બંધ રાખવા માંગણી કરી છે.

હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર દ્વારા કોઈ નિર્ણય ના લેવામાં આવે તો સનાતન ધર્મના સંતોને સાથે રાખીને વિરોધ કરવામાં આવશે. ભગવા સેનાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, સનાતન ધર્મના પવિત્ર પર્વ એટલે શ્રાવણ મહિનો.સેવા પૂજાના પવિત્ર મહિનામાં ખાનપાનથી શુદ્ધ રહેવા અને આજુબાજુના વાતાવરણ શુદ્ધ રહે તે માટે સનાતન મંદિરોની આજુબાજુમાં નોનવેજનું વેચાણ બંધ કરવામાં આવે. મોલની અંદર પણ ખુલ્લામાં નોનવેજ વેચાય છે.
મોલમાં વિવિધ વેજી. દુકાન હોય ત્યાં નોનવેજની દુકાનને પરમિશન આપવામાં આવે છે. કોઈપણ બ્રાન્ડ કેમ ન હોય પરંતુ, ખુલ્લામાં નોનવેજનું વેચાણ ના થાય એવી રજૂઆત કરવામાં આવી છે.

