ગરમી અને ઠંડીને લઈને ધુમ્મસની ચાદર છવાઈ, વિજીબિલિટી ઓછી થઈ
છોટાઉદેપુર ખાતે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જ્યાં વિજીબિલિટી ઓછી થઈ હતી. લગભગ 200 મીટર દૂરનું જોવું અઘરું બન્યું છે.હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. શિયાળાની ઠંડી અને દિવસે ગરમી વધતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આજરોજ છોટા ઉદેપુર ખાતે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ગાઢ ધુમ્મસને લઇને 200 મીટર દૂરની વિજીબીલીટી ઓછી થઈ જતાં રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પોતાના વાહનની લાઈટ ચાલુ કરીને નીકળવા મજબૂર બની ગયા છે.રાત્રે ઠંડી અને દિવસે ગરમી વધતા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.