Gujarat

ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિ શહેરમાં વારંવાર સૂચના છતાં શહેરમાં પડતર કામો હજુ પણ અધૂરા

ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિ શહેરમાં ચાલતાં શહેરી વિકાસના પડતર કામો કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી સંતોષ માની રહી હોય અને જવાબદારો સામે કડક કાર્યવાહી ન કરતાં કામગીરી સમયસર કામ પૂર્ણ થતી નથી.આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં જુદા જુદા કામના ઠરાવોની સમીક્ષા બાદ મંજૂરી આપવાામાં આવી હતી.તો, અધ્યક્ષસ્થાનેથી સ્વર્ણિમ જયંતિની રૂ. ૩૮પ.ર૩ કરોડની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને મંજૂરી અપાઈ હતી.

ભાવનગર મહાનગરપાલિકાના હોલમાં આજે ચેરમેનના અધ્યક્ષસ્થાને આજે સેટન્ડિંગ કમિટિની બેછક મળી હતી. જેમાં શહેરમાં ચાલતાં જુદા જુદા વિકાસકામોની વધુ એક વખત સમીક્ષા કરવામાં આવી હતી અને પડતર રહેલી કામગીરી કામ ઝડપથી પૂર્ણ કરવા ચેરમેને અધિકારીઓને સૂચના આપી હતી. મહત્વપૂર્ણ છે કે, સ્ટેન્ડીંગ કમિટિ વારંવાર પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપબી સંતોષ માને છે પરંતુ કડક પગલા લેતી નથી.તેથી કામગીરીમાં ઝડપ ન આવતી હોવાનુ ચચાઈરહ્યુ છે.

શહેરમાં સરદારનગર સર્કલ, ઘોઘાસર્કલ, કેટલાક રોડ, ફ્લાયઓવર, રવેચી તળાવ સહિતના કામો સમયસર પૂર્ણ થયા નથી અને હજુ આ કામગીરી ચાલી રહી છે પરંતુ આ બાબતે કડક પગલા લેવાય અને તમામ કામો સમયસર થાય તેવુ આયોજન કરવું જરૂરી છે. જયારે, આજની બેઠકમાં સ્વર્ણિંમ જયંતિની રૂ. ૩૮પ.ર૩ કરોડની ગ્રાન્ટમાંથી વિકાસના કામ કરવા અધ્યક્ષસ્થાનેથી મંજૂરી અપાઈ હતી, જેમાં આંતર માળખાકિય વિકાસ યોજના માટે રૂ.ર૪૭ કરોડ, શહેરી સડક યોજના માટે રૂ. પપ કરોડ, આઉટ ગ્રોથ યોજના માટે રૂ. પ૧ કરોડ, કેપિટલ ઇનવેસ્ટમેન્ટ માટે રૂ. ૩ર.ર૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ કામોની મંજૂરી માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે અને સરકાર મંજૂરી આપશે ત્યારબાદ કામગીરીનો ધમધમાટ શરૂ થશે. ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ શકે તે માટે થતો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શાળાઓને સફાઈ માટે નક્કી કરેલ રકમ ચૂકવવા સહિતના ર૧ ઠરાવને બહાલી આપવામાં આવી હતી.

ભાવનગર મહાપાલિકામાં આશરે એક માસ પૂર્વે સર્વર રૂમના એ.સી. બંધ થતા સર્વર બંધ કરવામાં આવ્યુ હતુ, જેના પગલે મહાપાલિકામાં કોમ્પ્યુટરને લગતી તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. આ મામલે કોમ્પ્યુટર વિભાગ અને ઓડીટ વિભાગ વચ્ચે વિવાદ થયો હતો. આ બાબતે આજે સ્ટેન્ડીંગ કમિટિમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ચેરમેને ચીફ ઓડીટરની વાત સાંભળી હતી પરંતુ કોમ્પ્યુટર વિભાગના અધિકારીની વાત સાંભળી ન હતી અને ઠપકો આપ્યો હતો.

કોમ્પ્યુટર વિભાગના અધિકારીએ મારી વાત તો સાંભળો તેવુ વારંવાર કહ્યુ હતુ પરંતુ ચેરમેને તેની હસ્તકના ઓડીટ વિભાગનો બચાવ કરતા કોમ્પ્યુટર વિભાગની કોઈ વાત સાંભળી ન હતી. આ મામલે કમિશનર બધુ જ જાણતા હોવા છતાં તેઓ મૌન રહ્યા હતાં. એક અધિકારીને સાંભળવામાં આવે અને બીજા અધિકારીને બોલવા પણ ન દેવામાં આવે તે ગંભીર બાબત કહેવાય, જેના પગલે અધિકારીઓ અને સ્ટેન્ડીંગ સભ્યોમાં ચર્ચાનો દૌર જામ્યો હતો.