Gujarat

આગામી વર્ષે થનાર કાર્યક્રમની વિગતો રજૂ કરાઈ; વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક અને અનમોલ મોતી ફાઉન્ડેશનનું સન્માન કરવામાં આવ્યું

રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓની મિટિંગ ગજ્જર હોલ, લો ગાર્ડન ખાતે ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં સને 2023-24માં લોકોપયોગી પ્રવૃત્તિ તથા સને 2024-25 માં થનાર સંભવિત કાર્યક્રમની વિગતો રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે VBNના પ્રમુખ એષા પરીખ તથા તેમની ટીમ અને અનમોલ મોતી ફૂટપાથ સ્કૂલના પાયલ શાહનું રાહી ફાઉન્ડેશન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

AIA એંજીન્યરિંગ, પશુપતિ ગ્રુપ, ક્રિષ્ણા કોર્પ,VBN, અનમોલ મોતી, હ્યૂમન વેલફેર ટ્રસ્ટ, ગ્રેટ વેવ્સ ટ્રસ્ટ, રૂરલ વર્કર્સ ટ્રસ્ટ, સેવા સંકલન તેમજ AMC તરફથી પૂર્ણ સહયોગની ખાત્રી આપવામાં આવી હતી કે, 151 વિધવા બેનોને અનાજ કીટ વિતરણ, ફ્રી આઇ ચેક અપ, કપડાં વિતરણ, વિવિધ સ્કૂલ માં 11 બાળ પુસ્તકાલય અને ખિચડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની આભાર વિધિ શ્રી નિહારિકા પરીખે કરી હતી.

જેમાં ટીમ રાહીના સર્વે લોકો સહભાગી થયા હતા.