આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય ડ્રાઇવ દરમ્યાન એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે. તથા આર.બી.વસાવા પો.સ.ઇ. રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં ફેરકુવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન મધ્યપ્રદેશના ચાંદપુર તરફથી એક ઇસમ કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી હીરો સ્પ્લેંડર પ્લસ મો.સા. આગળ-પાછળ નંબર પ્લેટ વગરની આવતા આપ સાહેબ તેને હાથ વડે ઇસારો કરી રોકવા કહેતા સદર મો.સા.ના ચાલક પુરઝડપે હંકારી ચલાવી ભાગવા લાગેલ જેથી પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી રોકી બે પંચો રૂબરુ સદર મો.સા. ચાલકનું નામઠામ પુંછતાં તેને પોતાનું નામ અબ્દુલ કાદીર s/o રજાક મકરાણી ઉ.વ.૩૨ રહે.નવાપુરા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાઓ હોવાનું જણાવેલ સદરી પકડાયેલ ઇસમની અંગઝડતી કરતા તેની પાસેથી કોઇ ચીજ વસ્તુ મળી આવેલ ન હોય તેની પાસેની મો.સા.ની આગળ પાછળ રજી નંબર લખેલ ન હોય જેથી ગાડીની માલિકી અંગે પકડાયેલ ઇસમ પાસે આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઇ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને મો.સા.નો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નહી મો.સા.નો ચેસીસ નંબર MBLHAR076H5H07252 તથા એન્જીન નંબર HA10AGH5H12978 ની કિ.રૂ.૧૫,૦૦૦/- ની ગણી સદરી મો.સા.ના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી ઇ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલથી વાહન સર્ચ કરતા સદર મો.સા.નો રજી નંબર GJ-16-CF-6584 નો હોય જેના માલીક તરીકે દીનેશભાઇ ભીગજીભાઇ વસાવા રહે.નિશાળ ફળીયા કાંટીપાડા તા.નેત્રંગ જી.ભરુચ નાઓ હોવાનું જણાય આવેલ જેથી સદર મો.સા.ને સદરી ઇસમે ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા સદરી વાહન માલીકના મોબાઇલ નંબર ઉપર કોન્ટેકટ કરી પૂછતા સદરી વાહન માલીકનાઓ સદર મો.સા.ની ચોરી અંગે નેત્રંગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.I-051/2018 ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો નોધાયેલ હોય સદર ગુનાના કામે પકડાયેલ હીરો સ્પ્લેંડર પ્લસ મો.સા.ને બી.એન.એસ.એસ. કલમ.૧૦૬ મુજબ કબજે કરી સદર પકડાયેલ ઇસમ વિરૂદ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ સ્ટેશન,ભરુચ ના ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર