Gujarat

તેજગઢ નજીક દેવલીયા એક મહિલા સાથે બે બાળકો ગુમ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગના કામે હકિકત એવી છે કે ગઇ તા.17 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના આશરે કલાક 2 વાગ્યાના સમયે જાહેરાત આપનાર સુરેશભાઈ અમરસીંગભાઈ રાઠવા ઉ.વ.32 ધંધો,ખેતી રહે.દેવળીયા, ડામર ફળીયા તા.જી.છોટાઉદેપુરની પત્ની લીલાબેન તે સુરેશભાઇ અમરસીંગભાઇ રાઠવા તેઓના બંન્ને બાળકો ધુમિલ ઉ.વ.12 તથા દિકરી પ્રતિક્ષા ઉ.વ.9 નાઓ રહે.દેવળીયા, ડામર ફળીયા, તા.જી.છોટાઉદેપુર સાથે બપોરના આશરે 2 વાગ્યાના સમયે ઘરેથી મોટી દુમાલી ગામે જવુ છુ તેમ કહી ઘરેથી નિકળી ક્યાંક જતી રહેલી છે, જે આજદિન સુધી ઘરે પરત ન આવતા આજુબાજુ તથા સગાસંબંધીમાં શોધખોળ દરમ્યાન મળી આવેલી ન હોય ગુમ થનારનું વર્ણનમા શરીરે પાતળા બાધાની છે બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ છે બદનમાં ભુરા કલરની સાડી પહરેલી છે તથા ધૃમિલ ઉ.વ.12 બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ છે બદનમાં ભુરા કલરનું શર્ટ તથા કમરમાં વાદળી કલરનું જીન્સ પેન્ટ પહરેલ છે તથા પ્રતિક્ષા ઉ.વ.9ની બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ છે બદનમાં લાલ કલરની ચોકડી કલરનું શર્ટ તથા કમરમાં કાળા કલરનું પેન્ટ પહરેલું છે. તેઓની આપના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરી મળી આવેથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર