Gujarat

વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા, દર્શન કરી સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી

જામનગરમાં નવા વર્ષની શરૂઆત લોકોએ વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કરીને કરી છે. મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. નૂતન વર્ષાભિનંદન દિવસથી સૌપ્રથમ જ્યાં અખંડ રામધૂન ચાલે છે તેવા વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે લોકોએ નવા વર્ષની શરૂઆત ભગવાન શ્રીરામ અને બાલા હનુમાન મંદિરના દર્શન કરીને કરી છે.

બાલા હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા અને નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી પસાર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે નવા વર્ષમાં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી જ્યારે ભગવાન શ્રીરામ અને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્ત સવારથી જ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા અને નવા વર્ષની શરૂઆત ભગવાન શ્રીરામના દર્શન કરી ને કરી હતી.

બાલા હનુમાન મંદિરમાં નવા વર્ષનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તેમજ નવા વર્ષ માં લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે મંદિરે આવ્યા છે અને નવા વરસની ઉત્સાહભેર શરૂઆત કરે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે.