Gujarat

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાણપુર PGVCL કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી..

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાણપુર PGVCL કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી..

ધારાસભ્ય એ રાણપુર PGVCL કચેરીના ડેપ્યુટી ઇજનેર આર.એ. ચૌધરીની કામગીરીને બિરદાવી

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ પી.જી.વી.સી.એલ. કચેરી ની ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરી ના ડેપ્યુટી ઇજનેર આર.એ.ચૌધરીએ જ્યારથી રાણપુર નો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં લાઈટને લગતા વિવિધ પ્રશ્નો હતા જે ટુંકા ગાળામાં આર.એ.ચૌધરીની આગેવાની હેઠળ આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે જેને લઈને રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરીના ડેપ્યુટી ઇજનેર આર.એ.ચૌધરી ની સારી અને પ્રશંસનીય કામગીરીને લઈને ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરીની શુભેચ્છા મુલાકાત લઇ ડેપ્યુટી ઇજનેર આર.એ.ચૌધરીને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ મીઠાપરા તેમજ કાળુભાઈ મીઠાપરા હાજર રહ્યા હતા..

તસવીર:વિપુલ લુહાર

IMG-20241211-WA0040.jpg