Gujarat

મોરબીમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની ધર્મ રથયાત્રા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ જે તે સમયે રોટી બેટી અંગે કરેલા નિવેદનને ક્ષત્રિય સમાજે તેની અસ્મિતાને લાંછન રૂપ ગણાવી વિરોધ શરુ કરવામાં આવ્યો હતો

શરુઆતમાં માત્ર રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કર્યો હતો પણ ટિકિટ રદ ન થતા હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે હાલ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ધર્મ રથ ફેરવવામાં આવ્યો છે.

આ રથનું જય ભવાનીના નાદ સાથે મોરબીના શનાળા ખાતે આવેલા શક્તિ મંદિરથી પ્રસ્થાન થયું હતું જે આગામી દિવસમાં અલગ અલગ ગામમાં ટંકારા તાલુકાના ફરશે.