Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને 500 જેટલા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો

છોટાઉદેપુર નગરમાં આવેલ ગોકુલધામ સોસાયટી ખાતે સૌરભભાઈ કનુભાઈ શાહના પરિવાર છેલ્લા 30 વર્ષથી જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે આજે 500 થી વધુ જરૂરીયાત મંદ લોકોને ધાબળા વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, ભાજપના નેતા કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર