Gujarat

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસતા શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટી એરિયામાં વરસાદી પાણી ફરી વળતાં પૂર જેવી પરિસ્થિતી જોવા મળી હતી. વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોનો હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીની ટીમો સાથે વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, વરસાદનો ફાયદો લઈને કંપનીઓ તેમના કેમીકલ વેસ્ટ વરસાદમાં પોબારા કરી પર્યાવરણને અને લોકોના સ્વાસ્થ્યને ભારે નુકશાન કરે છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પહેલા આવા તત્વોને રોકે તે ખૂબ જ જરૂરી છે.